...
...
નજીકના વૈધ્યરાજનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી ઉપયોગ કરવો.

મધ
આદુ અને મધનુ મિશ્રણ ખાંસીમાં ઘણુ ફાયદાકારી છે. પાણીની સાથે સવારે ખાલી પેટે મધની બે ચમચી સેવન કરવાથી વજાન ઓછુ કરવામાં મદદ મળે છે.
લીંબૂના રસની સાથે મધ શરીરમાં વધુ પડતા વસાને ઓછો કરવામાં મદદ કરે છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે ભોજન પછી બે ચમચી મધ લેવુ વજન વધારવામાં મદદ કરે છે.
મધ શરીરના બળેલા ભાગ અને ફોલ્લી પર સંક્રમણ નથી થવા દેતુ. બાળકોને રાત્રે સૂતા પહેલા દૂધ સાથે એક ચમચી મધ આપવાથી તેમને સારી ઉંઘ આવે છે.

 

આમળા
* ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આમળાંના રસમાં પાંચ મિલિગ્રામ હળદર ઉમેરીને સવારે ખાલી પેટે પી લો.
* પચાસ ગ્રામ સૂકા આમળા, પચાસ ગ્રામ જીરૂ અને ૨૧ કાળા મરીને મિક્સરમાં વાટી લો આ મિશ્રણને રોજ મધ સાથે પાંચ ગ્રામ ચાટી જઈ તરત જ ઉપર એક ગ્લાસ હૂંફાળું પાણી પી લો. શરદી, કફ અને અસ્થમા જેવી બિમારીઓથી રાહત મળશે.
* આમળામાં અસંખ્ય ઝીણા કાણા પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખો. રોજ આવા બે આમળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે.


લસણ
ચરક : મર્હિષ ચરકે પોતાના ગ્રંથમાં લસણ કૃમિ, ત્વચાના રોગો (કોઢ, દાદર, ખરજવું વગેરે)નો નાશ કરનાર, પેટના રોગો, ગોળો, આફરો, અરુચિ, મંદાગ્નિ વગેરેનો નાશ કરનાર, સ્વભાવે સ્નિગ્ધ, ઉષ્ણ, તીક્ષ્ણ, બાલ્ય (ટોનિક) ગણાવ્યું છે.
હ્ય્દયના રોગો : લસણ અને તેનો એક યોગ ‘મહારસોન’ દૃષ્ટિને તેજ કરનાર, બળવર્ધક અને આયુષ્યને વધારનાર છે. હ્ય્દયના રોગીઓને ચરક લસણ નાંખીને પકવેલ દૂધ પીવાની સૂચના આપે છે. આ પ્રયોગ આ પ્રમાણે છે.
ચામડીના રોગો : ચામડીના રોગોમાં આક્રાંત સ્થાન પર લસણના રસમાં ખેરનું ચૂર્ણ (કાથો) મિશ્ર કરીને લગાવવાથી શ્વેત કોઢ મટે છે અને ખેરના ક્વાથ સાથે લસણ ખવડાવવામાં પણ આવે છે. દાદર પર કુંવાડીયાના બીજ સાથે લસણ વાટીને ચોપડવાથી જૂનું દાદર મટી જાય છે. મોરથુથુ અને લસણનો લેપ કરવાથી સૂકું ખરજવું મટે છે. આમ આવા ચામડીના રોગો મટતા હોવાથી સાબિત થાય છે કે લસણ ઉત્તમ એન્ટીસેપ્ટીક છે. જૂના ઝખ્મો કે વ્રણો મટાડવા માટે લસણથી મોટું કોઈ જ ઔષધ નથી.


કેસૂડા
કેસૂડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે. નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે. કેસૂડાના પુષ્પો પાણીમાં ઉકાળી તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી બાળકને ઓરી અછબડા-લૂ અને ગરમીના રોગોથી રક્ષણ મળે છે.


ચણા
ધાન્યોમાં ‘ચણા’ મુખ્ય છે. પૌષ્ટિક અને બળપ્રદ ચણાનું આપણા આહારમાં વિશેષ સ્થાન છે.


મામેજવો
મધુપ્રમેહ - ડાયાબિટીસના ઔષધ તરીકે આ મામેજવો ખૂબ જ પ્રસિદ્ધ છે. સ્વાદમાં અત્યંત કડવો હોવાથી તેનો તાવમાં ક્વિનાઈન તથા કરિયાતાના સ્થાને પણ ઉપયોગ કરવામાં આવે છે.


ગૌમૂત્ર
ગૌમૂત્રમાં રહેલું આયર્ન હિમોગ્લોબિનનું નિર્માણ કરે છે, તેમાં રહેલું યુરિયા મૂત્રનિર્માણ માટે મદદરૂપ બને છે. આ ઉપરાંત, ગૌમૂત્રમાં અન્ય ઘટકો જેવા કે ફોસ્ફેટ જે પથરીને બહાર ફેંકે છે. સોડિયમ લોહીને શુદ્ધ કરે છે. પોટેશિયમ એ રૂમેટઝિમને દૂર કરે છે. મેંગેનીઝ બેકટેરિયાના વિકાસને અવરોધે છે તથા ગ્રેંગ્રીનમાં આગળ થતો સડો અટકાવે છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત કરે છે. વિટામિન A, B, C, D, E જે રોગપ્રતિકારક શક્તિ માટે આવશ્યક છે જે ગૌમૂત્રમાં છે. તે ઉપરાંત ગૌમૂત્રમાં રહેલા લેક્ટોગ જે અશક્તિ અને તરસને મટાડે છે. એન્ઝાઇમ્સ-પાચકરસોને ઝરવામાં મદદ કરે છે. એક પ્રકારનું એન્ટિબાયોટિક છે. શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક રીતે ગૌમૂત્ર આટલું ગુણકારી હોવા છતાં પિત્તપ્રકૃતિની વ્યક્તિઓને ગૌમૂત્ર ગરમ પડી શકે છે. ગૌમૂત્ર ગરમ ન પડે તે માટે ક્યા પ્રકારના ખોરાક અને જીવનશૈલી રાખવા એ નજીકના વૈધ્યરાજનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી ગૌમૂત્રનો ઉપયોગ કરવો.


ચા
ચાના પાંદડાઓ 700થી વધુ રસાયણો ધરાવે છે જેમાંના માનવીના આરોગ્યાને નજીકથી સંબંધિત ઘટકો ફલેવેનોઇડસ, એમીનો એસિડસ, વિટામીન્સે (C, E અને K), કેફીન અને પોલીસેકરીડસ છે. વધુમાં, તાજેતરમાં ચા પીવાને માનવ શરીરના સેલ-મીડીયેટેડ રોગચેપમુકત કરતા કાર્ય સાથે સાંકળવાનું સાબિત થયું છે. લાભપ્રદ ઇન્ટેેસ્ટીવનલ માઇક્રોફલોરા સુધારવામાં ચા અગત્યેની ભુમિકા ભજવે છે. તેમજ આંતરડાના ગોટાળાઓ સામે રોગ ચેપમુકત શકિત પૂરી પાડે છે. ચા ફલોરીનની હાજરીને કારણે દાંતના સડાને પણ રોકે છે. લોહીનું દબાણ સામાન્યૂ કરવામાં, ચરબી ઘટાડતી પ્રક્રિયામાં, ધમની-હદયના રોગોના નિવારણમાં અને બ્લવડ-ગ્લુશકોઝ પ્રવૃતિ ઘટાડીને ડાયાબીટીશના નિવારણમાં ચાની ભૂમિકા સુસ્થાતપિત છે. ચા જુદા-જુદા ગ્રામ-પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ માનવ પેથોજેનીક બેકટેરીયા સામેની જંતુનાશક અને જંતુ સંગ્રહ પ્રવૃતિઓ પણ ધરાવે છે. લીલી અને કાળી ચા બંનેના રસ અસંખ્યં એન્ટીાઓકિસડેન્ટપ ધરાવે છે. જેમાં મુખ્યિત્વેન કેચીન્સે હોય છે જે એન્ટીા-કાસીનોજેનીક, એન્ટી મુટાજેનિક અને એન્ટીર-ટુમોરિક ગુણધર્મો ધરાવે છે.

 
.
... ...
... ...
 
 
 
.
.