...

ભારતના ચાર ધામ : 1. દ્વારિકા 2. જગન્નાથપુરી 3. બદરીનાથ 4. રામેશ્વર

ભારતની સાત પવિત્ર પુરી : 1. અયોધ્યા 2. મથુરા 3. હરિદ્વાર 4. કાશી 5. કાંચી 6. અવંતિકા 7. દ્વારિકા

.

...

દ્વારિકા

હિન્‍દુ સાહિત્‍ય પ્રમાણે મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને ભગવાન કૃષ્‍ણ, જેને વિષ્‍ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. તેઓ દ્વારિકામાં આવીને વસ્‍યા. આ માટે તેઓએ ઓખામંડળના કાબાઓ સાથે સંઘર્ષ કરવો પડયો હતો.
શ્રી કૃષ્‍ણએ પોતાની રાજધાની ગોમતી ઘાટે ‍દ્વારકાને પોતાની રાજધાની બનાવી.
હાલનું ત્રૈલોક્યસુંદર જગદમંદિર કૃષ્‍ણના પ્રપૌત્ર વ્રજનાભે બંધાવ્‍યું હતું. જે પોતાની ધર્મપ્રિયતા માટે લોકપ્રિય હતો. હિંદુઓમાં એવી માન્‍યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ રાતમાં કોઈ દૈવીશક્તિથી વ્રજનાભના માર્ગદર્શન હેઠળ બંધાયું છે.

 

જગન્નાથપુરી

પુરી અથવા જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. પુરી પુરી જિલ્લાનું મુખ્ય મથક છે. આ એજ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.

 

બદરીનાથ

હિમાલયની દેવભૂમિમાં અલકનંદાના પવિત્ર કિનારે બદરીનાથ તીર્થ ૩૧૧૦ મીટર ઊંચાઇએ વિદ્યમાન છે. આધ્ય શંકરાચાર્ય દ્વારા પ્રસ્થાપિત ચારધામ પૈકીનું પાવનધામ બદરીનાથ અથૉત્ જ્યોતિર્મઠ. જેમ શિવ સદાય કાશીમાં રહે છે તેમ ભગવાન વિષ્ણુ સદાય સાક્ષાત્ બદરીનાથમાં વિરાજે છે. તેથી જ જીવનમાં એકાદ વખત પણ બદરીનારાયણનાં દર્શને અચૂક જવું જ જોઇએ.

 

રામેશ્વર જયોર્તિલિંગ

શ્રી રામચંદ્ભજી રાવણનો વધ કર્યા બાદ સીતાજીને લઈને પાછા ભારતની ધરતી પર આવીને ગન્ધમાદન પર્વત પર પડાવ નાંખ્યો. અહીં અનેક મુનિવરો સાધના કરી રહ્યા હતાં. તેમને વંદન કરીને શ્રીરામે બ્રહ્મહત્યાના પાપમાંથી મુકિત મેળવવાનો ઉપાય પૂછયો. ત્યારે મુનિવરો કહ્યું કે હે રઘુરાજ આપ શિવલિંગની સ્થાપના કરો અને મહાદેવના આશિર્વાદ પ્રાપ્ત કરો તો જ બ્રહ્મહત્યાના પાપમાંથી મુકિત મળશે.

આ પછી શ્રીરામે હનુમાનજીએ લાવેલા ગંગાજળથી જયોર્તિલિંગ ઉપર અભિષેક કરી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કર્યો. આથી આજે પણ રામેશ્વર જયોર્તિલિંગ ઉપર ગંગાજળ ચડાવવાનો મહિમા છે.

 

અયોધ્યા

અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે.જે "અવધ"ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે.

 

મથુરા

યમુનાતટ પર વસેલું મથુરા શહેર શ્રીકૃષ્ણની જન્મભૂમિ તરીકે યુગોથી એક પ્રકારના ઊંડા આકર્ષણનું કેન્દ્ર બનતું આવ્યું છે. શ્રીકૃષ્ણના મંદિર સાથે એ સ્થાનમાં કારાગારનો એક ખંડ પણ દર્શનીય છે.

 

હરિદ્વાર

બ્રહ્મકુંડ હરની પૌડીની પાસે આવેલ છે. એવી માન્યતા છે કે આ સ્ત્રોતથી જળગંગા નદી તરફ વહે છે. હિંદુઓની માન્યતા છે કે આ કુંડની અંદર સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે.

હરિદ્વાર ના મુખ્ય ધાર્મિક સ્થળો
૧) હર કી પૌડી, ૨) ગોરખનાથ મંદિર, ૩) દક્ષ મહાદેવ મંદિર, ૪) મનસાદેવી મંદિર, ૫) કાંગડી વિશ્વવિધાલય, ૬) ભારતમાતા મંદિર, ૭) સપ્તઋસી આશ્રમ, ૮) કુશાવર્ત ઘાટ, ૯) ચંડીદેવી મન્દિર, ૧૦) માયાદેવી મન્દિર, ૧૧) ગઊઘાટ, ૧૨) બિલ્વકેશવર મહાદેવ મન્દિર, ૧૩) સુરેશ્વરી દેવી પીઠ, ૧૪) ગૌરીશંકર મન્દિર, ૧૫) સતી કુણ્ડ, ૧૬) વૈષ્ણોંદેવી મન્દિર

 

કાશી

કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. આ નગરી વર્તમાન વારાણસી શહેરમાં સ્થિત છે. વિશ્વના સર્વાધિક પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે. વારણસીમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક - વિશ્વેશ્વર - મંદિર આવેલું છે.

એક કથા છે કે જે વખતે ભગવાન શંકરજીએ કુ્રદ્ધ થઇને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું, તો આ મસ્તક એમના કરતલ સાથે ચોંટી ગયું. બાર વર્ષો સુધી અનેક તીર્થોમાં ભ્રમણ કરવા છતાં પણ તેઓના હાથથી મસ્તક અલગ થયું નહીં. પરંતુ જે સમયે એમણે કાશી નગરીની સીમામાં પ્રવેશ કર્યો, ત્યાં જ બ્રહ્મહત્યામાંથી એમને મુક્તિ મળી અને એમના હાથથી મસ્તક પણ અલગ થઇ ગયું. જે સ્થળ પર આ ઘટના ઘટી, તે સ્થાન કપાલમોચન-તીર્થ કહેવાયું. મહાદેવજીને કાશી નગરી એટલી સારી લાગી કે એમણે આ પાવન પુરીને વિષ્ણુજી પાસે પોતાના નિત્ય આવાસ માટે માંગી લીધી, ત્યારથી કાશી નગરી મહાદેવજીનું નિવાસ-સ્થાન બની ગઈ.

 

વીરપુર: જલારામ બાપા

ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ છે જેમના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

.

વડતાલ - ભગવાન શ્રી સ્વામીનારાયણનું પ્રાગટ્ય ધામ

ભગવાન શ્રી સ્વામિનારાયણે જેને પોતાની લીલાભૂમિ અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે,એ વડતાલ ગુજરાતનું એક નાનું ગામ છે.

.

સાળંગપુરના હનુમાનજી

આ મંદિરમાં 25ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથી જડવામાં આવ્‍યું છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે.

.

શ્રી ખોડલધામ

શ્રી ખોડલધામ સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-બી પર વીરપુર પાસે કાગવડ ખાતે આકાર લઇ રહ્યું છે. ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સર્જન કરવાના શુભાશયથી મા ખોડલનું ભવ્યતમ મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે

.

અક્ષરધામ

અક્ષરધામ ગાંધિનગર ખાતે આવેલું ભગવાન સ્વામીનારાયણનું મંદિર છે. અક્ષરધામ મંદિર ગાંધિનગર ખાતે 23 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. અક્ષરધામ મંદિર 108 ફૂટ ઉંચું છે. મંદિરના બાંધકામમાં 6000 ટન ગુલાબી પથ્થર વાપરવામાં આવ્યો છે. આ પથ્થર ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો.

 

અંબાજી

નાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજીનું મંદિર એક યાત્રાધામ છે. અંબાજી અંબે માતાનું મંદિર છે. દેશભરમાં તે અંબાજીના નામથી ખૂજબ પ્રચલિત છે. અંબાજીનું મંદિર અરવલ્લીના પર્વતમાળામાં આરાસુર ડુંગર ઉપર આવેલું છું. મંદિર વિશે એક ખાસ વાત એ છે કે આ મંદિરમાં માતા અંબેની કોઈ મૂર્તિ રાખવામાં આવી નથી. મંદિરની અંદર ગોખલામાં એક સોનાથી મઢેલી પવિત્ર શક્તિ વિસા શ્રી યંત્ર રાખવામાં આવ્યું છે.

 

ડાકોર

ાકોર ભગવાન રણછોડરાય(શ્રીકૃષ્ણ)નું મંદીર છે. એવું કહેવામાં આવે છે કે દ્વારકા અને ડાકોરમાં ભગવાનની જે મૂર્તિઓ છે તે બંને એકજ છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાંથી ડાકોર આવ્યા તેના પાછળ પણ એક દંતકથા રહેલી છે. પ્રાચીન સમયમાં ભોળાનાથ નામનો બ્રાહ્મણ ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે દર પૂનમે ચાલીને ડોકોરથી દ્વારકા આવતો હતો. કૃષ્ણએ તેની ભક્તિથી ખૂશ થઈને એક દિવસ તેને જણાવ્યું કે હવે તેણે તેના દર્શન કરવા માટે ડાકોર આવવાની જરૂરી નહી રહે. કારણ કે ભગવાન ખુદ દ્વારકા છોડીને ડાકોર રહેવા આવવાના હતા. આજે ડાકોર માત્ર એક યાત્રાધામ ન રહેતા એક વેપારક્ષેત્ર પણ બની ગયું છે. ડાકોર પૂજા તેમજ અન્ય વિધી માટેની સામગ્રી માટે પણ પ્રસિદ્ધ બન્યું છે.

 

ગિરનાર

જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પુરા ગુજારાતનું ગૌરવ છે. તેમજ ગુજરાતમાં આવેલો સૌથી ઉંચો પર્વત પણ છે. ગિરનાર સાથે હિન્દુ અને જૈન એમ બે ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. જૈનો તેને નોમિનાથ પર્વત તરીકે ઓળખે છે. ગુજરાતના ગૌરવ સમા આ પર્વતમાં ગુરૂ દત્તાત્રેય, ગોરખનાથ, અંબા માતા, કાલિકા, ઔગધ જેવા શિખરો આવેલા છે. ગિરનારના છેલ્લા શિખર પર આવેલા ગુરૂ દત્તાત્રેયના દર્શન કરવા માટે 10,000 જેટલા પગથીય ચઢવા પડે છે.

ગિરનાર ઉપર જુદા જુદા જૈન દેરાસરો પણ આવેલા છે. ગિરનારમાં સૌથી જાણીતું મંદિર નેમિનાથનું આવેલું છે. જેનું બાંધકામ અગીયારમાં સદીમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. નેમિનાથ જૈનોના 19માં તિર્થકાર હતા.

 

સોમનાથ

સોમેશ્વર મહાદેવનું મંદિર ભારતમાં મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભારતના બાર જ્યોર્તિલિંગમાં સોમનાથનું મંદિર મોખરાનું સ્થાન ધરાવે છે. આ સંપૂર્ણ મંદિરનું બાંધકામ સોલંકિ શૈલિથી કરવામાં આવ્યું છે. મંદિરમાં કળશ 155 ફૂટ ઉંચાઈએ મુકવામાં આવ્યો છે. તેમજ શિખર પરના કળશનું વજન દસ ટન છે. જૂનાગઢના પ્રભાસ પાટણ ખાતે આવેલું સોમનાથ આ મંદિરનો યાત્રાસ્થળ તરીકે ખૂજબ સારો વિકાસ થયો છે.

 

મોઢેરાનું સૂર્ય મંદિર

ભૂતકાળના ગુજરાતના ઉત્તમ સ્થાપત્યની ઝાંખી કરાવે છે. હાલમાં તે ખંડીયેર હાલતમાં જોવા મળે છે. સૂર્ય મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે સૂર્ય ઉગતાની સાથે તેનું પહેલું કિરણ તેના સભાગ્રૃહમાં પડે. સૂર્ય મંદિર પાટણથી દક્ષિણ દિશામાં 30 કિલોમિટરના અંતરે મોઢેરા ગામ ખાતે આવેલું છે.

 
 
.
... ...
... ...
 
 
 
.
.