ભગવાની કથાના ગુણગાન ગાવાથી આપણો સાંસારિક જીવનનો થાક દૂર થાય છે. કથા શબ્દને ઊલટો કરતાં થાક થાય. તેથી જ જેનાથી થાક ઊતરે તે જ કથા કહેવાય, બીજી બધી વ્યથા છે.
રામ કથા આરામ મેળવવા માટેની કથા છે, વિશ્રામ પામવાની કથા છે.ઉત્તરકાડના પ્રથમ દોહાના પ્રથમ બે શબ્દ “રહા એક” છે અને અંતિમ દોહાનો અંતિમ શબ્દ “રામ” છે. આ બંનેને ભેગા કરતાં “રહા એક રામ” બને છે. જે સંકેત કરે છે કે અંતમાં તો એક રામ જ રહે છે, સત્ય જ રહે છે,બાકી બધું જ વ્યર્થ છે અને આજ જીવનનું સત્ય છે.
તુલસીસાસજી પોતાના અંતઃકરણના સુખને માટે પોતાની મીઠી મધુરી લોકભાષામાં આ ગ્રંથની રચના સાત કાંડમાં કરી છે. અને આ રચનામાં તેમના ત્રણ હેતુ છે.
હેતુ
૧ અંતઃકરણને શાંતિ મળે, હ્નદયને શાંતિ મળે, નિજાનંદ મળે.
૨ મનને બોધ મળે.
૩ આ કથા ગાવાથી પોતાની વાણી પવિત્ર થાય
રામાયણના સાત કાંડમાં સાત આદર્શોની શોધ છે.
૧ બાલકાંડ - બાલકાંડમાં રામની એટલે કે પરમ સત્યની શોધ છે.
૨ અયોધ્યાકાંડ – અયોધ્યાકાંડમાં પરમ પ્રેમની શોધ છે.
૩ અરણ્યકાંડ – અરણ્યકાંડમાં પરમ ભક્તિની શોધ છે. રામ શબરી શોધમાં છે. શબરી રામને માર્ગદર્શન આપે છે.
૪ કિષ્કિન્ધાકાંડ – કિષ્કિન્ધાકાંડમાં પરમ ભક્તની શોધ છે. આ કાંડમાં હનુમાનજી અને સીતાજીની શોધ કરવામાં આવે છે. હનુમાનજી પરમ ભક્ત છે.
૫ સુંદરકાંડ – સુંદરકાંડમાં પરમ શાન્તિની શોધ કરવામાં આવે છે.
૬ લંકાકાંડ – લંકાકાન્ડમાં પરમ નિર્વાણની શોધ છે. લંકાકાડમાં રાવણની ઈચ્છા રામના હાથે મરી પરમ નિર્વાણ પામવાની હતી.
૭ ઉત્તરકાંડ – ઉત્તરકાંડમાં પરમ વિશ્રામની ખોજ છે.
રામના જીવનનો બોધ કુટુંબજીવનને આદર્શ બનાવવાનો છે જેમાં પુત્રો માતા-પિતાની આજ્ઞા માને, પત્ની પતિની આજ્ઞા માને, પતિ પત્નીને પ્રિય હોય તેવું કરે, મોટો ભાઇ નાના ભાઇને પુત્રની જેમ સાચવે - વગેરે આદર્શ કૌટુંબિક જીવન બતાવે છે.
રામાયણના પાત્રો
રામ - રામાયણનું મુખ્ય પાત્ર.
સીતા - રામના પત્ની.
લવ - રામ અને સીતાનો પુત્ર.
કુશ- રામ અને સીતાનો પુત્ર.
દશરથ - રામના પિતા. અયોધ્યાના રાજા.
કૌશલ્યા - રામની માતા.
કૈકૈયી - દશરથ રાજાના પત્ની અને ભરતની માતા
સુમિત્રા - દશરથ રાજાના પત્ની અને લક્ષમણની માતા
લક્ષ્મણ - રામના ભાઇ. સુમિત્રાનો મોટો પુત્ર.
ભરત - રામના ભાઇ. કૈકેયીનો પુત્ર.
શત્રુધ્ન - રામના ભાઇ. સુમિત્રાનો નાનો પુત્ર.
જનક-સુનયના - સીતાના પિતા-માતા.
ગુહ - રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા.
વશિષ્ઠ - અયોધ્યાના રાજ્યગુરુ
વિશ્વામિત્ર - રામના ગુરુ અને વશિષ્ઠના મિત્ર.
સુગ્રીવ - વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. રામનો મિત્ર.
વાલી - વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. સુગ્રીવનો મોટો ભાઇ.
તારા - વાલીની પત્ની.
હનુમાન- સુગ્રીવનો મંત્રી, રામનો ભક્ત.
જાંબુવન - રીંછકુળનો સુગ્રીવની સભામાં મંત્રી.
અંગદ - વાલીનો પુત્ર
નલ- વિશ્વકર્માનો પુત્ર, સુગ્રીવનો સેનાની.
જટાયુ - ગીધ પક્ષી, દશરથનો મિત્ર.
સંપાતિ - જટાયુનો મોટો ભાઇ.
રાવણ - લંકાનો રાક્ષસ કુળનો રાજા અને શિવ નો પરમ ભક્ત.
મંદોદરી - રાવણની પટ્ટરાણી.
વિભીષણ - રાવણનો નાનો ભાઇ અને મંત્રી.
કુંભકર્ણ - રાવણનો નાનો ભાઇ.
શૂપર્ણખા - રાવણની બહેન.
ખર, દૂષણ - રાવણની દંડકારણ્યમાંની સેનાના અધિપતિ.
મારિચ - તાડકાનો પુત્ર અને સુવર્ણ મૃગની માયા કરનાર રાક્ષસ.
મેઘનાદ, ઇન્દ્રજીત - રાવણનો મોટો પુત્ર.
મકરધ્વજ - હનુમાનજીનો પુત્ર.
ઉર્મિલા - લક્ષમણના પત્ની.
માડવી - ભરતના પત્ની. |