...   ...

હરિ ૐ

વહી માનાઅવ્યમ યજ્ઞમ કરી સ્તુતિ અ યોગ્યા કદી ન ઠરે
વિરચ્યા દી કેરી સ્તુતિ પ્રભુ તણી યોગ્ય ન ખરે
અમાચ્યા તો તાઓ મથી અવધિવાળા હર સદા
ગણી આરભુ તવ ન હરજુ મારી વિપદા

તમારી કિર્તી છે મન વચનની બહાર સઘળી
અતદ્યા વૃત્તિથી ચકિત શ્રુતિ ગાયે વળી વળી
શકે તો તે વ્યાયી ગુણ સમૂહ કોને મન વસે
તમારી લીલામા મન વચન કોના નહી જશે

મધુ મીઠી વાણી અમૃતમય વેદોની કરતા
તમે શેના લાગો સૂર ગુરૂ ગીરે વિસ્મય થતા
કરૂ મારી વાણી તવ ગુણ કથી પુણ્ય ઝરતી
સદાયે એ આશેવે પૂર મથન એ વાણી ઝમતી

તમારી છે શક્તિ દ્રગ દૂધય રક્ષા લય કરી
ત્રયીની વસ્તુ રે ત્રિગુણ તન ભિન્ને જો પ્રસરી
અભવ્યોએ એમા પ્રણલવારો શુભ ગણી
કર્યો અતાત્રેયને વરદ એ ગણીએ ઉગ્રમ ગણી

કર્યો ધાત્રાત્રેષ્ટાતનતયો તાદાન શુ વળી
ઉપાયોમા ધારો નહી પ્રભુ સુઝે સૃષ્ટિ સઘળી
મથતૈ તે ઐશ્વર્યે મન મથી કરી તત અમથા
ગમી પોતે મિથ્યા જગતભરમા એ અમૃતા

બીના આદિ લોકો અવયદ ભર્યા કેમ બનશે
અધિષ્ઠાતા ત્યાગી જગત ગતિ તે કેમ નભશે
ગણી ભર્તા બીજો ભરી પ્રયોગો ઈશ્વર શી કૃતિમા
સ્ફૂરે તોયે શકા તવ પ્રતિજ અવજ્ઞાની ગતિમા

ત્રયી સાખ્યે યોગે પશુપતિ મતે વૈશ્ણવ મતે
રહે આ અસ્થાને શુભહિત ગણી પાપ મમતે
રૂચિ ભેદે ખીલે કુટિલ ગતિ કે ચાલ સીધી
ન બીજુ ઠેકાણુ જન જળ વિના જીવન ન વીતી

 

ધર્મ શાસ્ત્રોમાં ભગવાન શિવને જગત પિતા માનવામાં આવેલ છે. કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને પૂર્ણ બ્રહ્મ છે. હિંદુ સંસ્કૃતિમાં ભગવાન શિવને મનુષ્ય કલ્યાણનું પ્રતિક માનવામાં આવે છે. શિવ શબ્દ અને એના સ્વર ઉચ્ચારણ તથા ધ્યાન માત્રથી મનુષ્યને પરમ આનંદની અનુભૂતિ થવા લાગે છે. ભગવાન શિવ ભારતીય સંસ્કૃતિમાં દર્શનજ્ઞાન દ્વારા સંજીવની પ્રદાન કરવાવાળા દેવ છે. આ કારણથી અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર રૃપમાં હોવા છતાં શિવલીંગ સ્વરૃપમાં સાકાર મૂર્તિ પૂજા કરવામાં આવે છે.

લિંગપૂજા એ શિવ પૂજાના પ્રતિક રૂપે છે. ભગવાન શિવની પૂજા ફક્ત બીલીપત્ર, ફૂલ અને શુદ્ધ જળથી થાય છે. જો તે શ્રદ્ધા અને અંતઃકરણથી કરવામાં આવે તો અવશ્ય તેમની કૃપા વરસે છે. સંહારનું પ્રતિક ત્રિશૂળ અને સંગીતનું પ્રતિક ડમરૂ એકસાથે રાખનાર આ એક જ દેવ છે. લોકકલ્યાણ ખાતર વિષ પીનારા શિવજી મહાદેવ કહેવાયા. શિવજી આપણા હૃદયને વિકારરહિત બનાવી તેમાં નિવાસ કરે છે.

સૃષ્ટિની રચના કરવી, સૃષ્ટિનું ભરણ-પોષણ કરવું, સૃષ્ટિનો વિનાશ કરવો, સૃષ્ટિમાં પરિવર્તનશીલતા જાળવી રાખવી અને સૃષ્ટિથી મુક્તિ પ્રદાન કરવી. એવું કહેવામાં આવે છે કે સૃષ્ટિના સંચાલન માટે શિવજીએ આઠ સ્વરૃપ ધારણ કર્યાં છે. ચરાચર વિશ્વને પૃથ્વીરૃપ ધારણ કરતા શર્વ અથવા સર્વ છે. સૃષ્ટિને સંજીવન પ્રદાન કરનારા જળમય રૃપમાં પણ તેઓ છે. પૃથ્વીની અંદર અને બહાર રહીને સૃષ્ટિને સ્પંદિત કરનારું તેમનું રૃપ ઉગ્ર છે. બધાંને અવકાશ આપનાર, નૃપોના સમૂહના ભેદક સર્વવ્યાપી તેમનું આકાશાત્મક રૃપ ભીમ કહેવાય છે.

 

શિવજીના વિવિધ નામ

હર-હર મહાદેવ, રુદ્ર, શિવ, અંગીરાગુરુ, અંતક, અંડધર, અંબરીશ, અકંપ, અક્ષતવીર્ય, અક્ષમાલી, અઘોર, અચલેશ્વર, અજાતારિ, અજ્ઞેય, અતીન્દ્રિય, અત્રિ, અનઘ, અનિરુદ્ધ, અનેકલોચન, અપાનિધિ, અભિરામ, અભીરુ, અભદન, અમૃતેશ્વર, અમોઘ, અરિદમ, અરિષ્ટનેમિ, અર્ધેશ્વર, અર્ધનારીશ્વર, અર્હત, અષ્ટમૂર્તિ, અસ્થિમાલી, આત્રેય, આશુતોષ, ઇંદુભૂષણ, ઇંદુશેખર, ઇકંગ, ઈશાન, ઈશ્વર, ઉન્મત્તવેષ, ઉમાકાંત, ઉમાનાથ, ઉમેશ, ઉમાપતિ, ઉરગભૂષણ, ઊર્ધ્વરેતા, ઋતુધ્વજ, એકનયન, એકપાદ, એકલિંગ, એકાક્ષ, કપાલપાણિ, કમંડલુધર, કલાધર, કલ્પવૃક્ષ, કામરિપુ, કામારિ, કામેશ્વર, કાલકંઠ, કાલભૈરવ, કાશીનાથ, કૃત્તિવાસા, કેદારનાથ, કૈલાશનાથ, ક્રતુધ્વસી, ક્ષમાચાર, ગંગાધર, ગણનાથ, ગણેશ્વર, ગરલધર, ગિરિજાપતિ, ગિરીશ, ગોનર્દ, ચંદ્રેશ્વર, ચંદ્રમૌલિ, ચીરવાસા, જગદીશ, જટાધર, જટાશંકર, જમદગ્નિ, જ્યોતિર્મય, તરસ્વી, તારકેશ્વર, તીવ્રાનંદ, ત્રિચક્ષુ, ત્રિધામા, ત્રિપુરારિ, ત્રિયંબક, ત્રિલોકેશ, ત્ર્યંબક, દક્ષારિ, નંદિકેશ્વર, નંદીશ્વર, નટરાજ, નટેશ્વર, નાગભૂષણ, નિરંજન, નીલકંઠ, નીરજ, પરમેશ્વર, પૂર્ણેશ્વર, પિનાકપાણિ, પિંગલાક્ષ, પુરંદર, પશુપતિનાથ, પ્રથમેશ્વર, પ્રભાકર, પ્રલયંકર, ભોલેનાથ, બૈજનાથ, ભગાલી, ભદ્ર, ભસ્મશાયી, ભાલચંદ્ર, ભુવનેશ, ભૂતનાથ, ભૂતમહેશ્વર, ભોલાનાથ, મંગલેશ, મહાકાંત, મહાકાલ, મહાદેવ, મહારુદ્ર, મહાર્ણવ, મહાલિંગ, મહેશ, મહેશ્વર, મૃત્યુંજય, યજંત, યોગેશ્વર, લોહિતાશ્વ, વિધેશ, વિશ્વનાથ, વિશ્વેશ્વર, વિષકંઠ, વિષપાયી, વૃષકેતુ, વૈદ્યનાથ, શશાંક, શેખર, શશિધર, શારંગપાણિ, શિવશંભુ, સતીશ, સર્વલોકેશ્વર, સર્વેશ્વર, સહસ્રભુજ, સાઁબ, સારંગ, સિદ્ધનાથ, સિદ્ધીશ્વર, સુદર્શન, સુરર્ષભ, સુરેશ, હરિશર, હિરણ્ય, હુત સોમ, સૃત્વા, આદિ.

 

શિવજીના બાર જ્યોતિર્લિંગ

સોમનાથ :બાર જ્યોતિર્લિંગોમાં સૌથી વિશિષ્ટ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે આવેલ સોમનાથનું મંદિર છે.

મલ્લિકાર્જુન :મલ્લિકાર્જુન તીર્થ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કિનારે આવેલ છે.

મહાકાલેશ્વર :પવિત્ર એવી ક્ષિપ્રા નદીને કિનારે આવેલ ઉજ્જૈન નગરમાં મહાકાલેશ્વર શિવ મંદિર આવેલું છે.

ઓમકારેશ્વર :નર્મદા અને કાવેરી નદીના સંગમ સ્થાન પર ઓમકારેશ્વર મંદિર આવેલું છે.

કેદારનાથ :ઉત્તરાંચલના ટિહરી-ગઢવાલ જિલ્લામાં આવેલ કેદારનાથ દેશના પરમ પાવન તીર્થ સ્થાનોમાંનું એક છે.

રામેશ્વરમ્ : તમિલનાડુના સમુદ્રતટ પર આવેલું રામેશ્વરમ્નું શિવલિંગ સ્વયં ભગવાન રામે સ્થાપ્યું હતું આથી તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે.

ભીમશંકર :મહારાષ્ટ્રમાં ખેડની નજીક ભાવગિરિમાં ભીમશંકરની જગ્યા આવેલી છે.

કાશીવિશ્વનાથ :કાશી એ ભારતનું સૌથી પવિત્ર અને પ્રાચીનતમ તીર્થસ્થાન છે .

ત્ર્યંબકેશ્વર :ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રમાં નાસિકથી નજીક આવેલું છે.

વૈદ્યનાથ :મરાઠાવાડાના બીડ જિલ્લામાં આવેલ વૈદ્યનાથનું મંદિર પ્રાચીન સમયનું છે.

ધૃષ્ણેશ્વર. :ધૃષ્ણેશ્વર મહારાષ્ટ્રમાં ઈલોરાની ગુફાઓ નજીક આવેલું પ્રાચીન તીર્થ છે.

નાગેશ્વર :નાગેશ્વર તીર્થ દારુકા વનમાં આવેલું હોવાનું કહેવાય છે.

 

શ્રાવણ માસ

ભગવાન ભોળાનાથની ભક્તિનો માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણનું નામ પડતા જ મનુષ્યછે. ના મનમાં ભગવાન શિવની ભક્તિ ઉભરી આવે છે, જે જીવને પોતાનું કલ્યાણ ઈચ્છવુ છે તે જીવ ભગવાન શિવનું શરણ લે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઈચ્છા અનિચ્છાએ પણ ભગવાન શિવના ગુણગાન ગવાઈ જાય છે. શિવ પ્રત્યે ભક્તિભાવ અને આસક્તિ કેમ ન જાગે? જગત આખુ શિવમય જ છે.

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તિના ઘોડાપૂર આવે છે. જ્યાં જુઓ ત્યાં શિવભક્તિ, બિલીપત્ર, શિવ મહાપુરાણ કથા અવિરતપણે ચાલે છે. ક્યાંક શિવ મહિમા ગવાય છે તો ક્યાંક શિવ તાંડવ અને દિવ્ય રૃદ્રાભિષેક પણ. શ્રાવણ માસ એટલે શિવ સાથે તાદાત્મ્ય સાધી જીવને શિવમય બનાવી દેવાનો અદ્ભુત માસ જેમ દરેક સપ્તાહનો દરેક વાર કોઈને કોઈ દેવની આરાધના માટે ઉત્તમ હોય છે તેમ શ્રાવણ માસ આખો દેવોના દેવ મહાદેવની આરાધના માટે પવિત્ર ગણાય છે. ભાદરવાના પ્રથમ પંદર દિવસ શ્રી ગણેશના છે તો આસો માસના નવ દિવસ મા પાર્વતીના છે. જો કોઈ ભક્ત શ્રાવણ માસ દરમિયાન શિવ પાર્થેશ્વર બનાવી પૂજે છે તેને અતૂલ્ય ફળ મળે છે.
ભગવાન શિવ એટલે કલ્યાણ, પરંતુ શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના એટલે મહા કલ્યાણ. આ માસ દરમિયાન ભૂલેચુકેય બિલીપત્ર કે બિલીના વૃક્ષના દર્શન થઈ જાય તો યે શિવ પ્રસન્ન થઈ જાય છે તેવી કિવદંતી પ્રચલિત છે ત્યારે ભક્તિ કરનારનું તો પૂછવું જ શું ? શ્રાવણ માસ દરમિયાન અનેક પવિત્ર પર્વ આવે છે. જો કોઈ શિવભક્ત આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ ઉપર એક, ત્રણ, પાંચ કે તેથી વધુ બીલીપત્ર ચઢાવે તો તેના શુભ મનોરથ પાર પડે છે. શ્રાવણ માસ નિમિતે જિલ્લાના શિવાલયોમાં ત્રણેય પ્રહરની મહાપૂજા થતી હોવાને કારણે પણ અનેરો ધાર્મિક માહોલ જામે છે. ભગવાન શિવજીની ઉપાસના માટે શ્રાવણ માસને ઉત્તમ ગણવામાં આવે છે.

 

શિવરાત્રિ

આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(૧) કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
(૨) મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે.
(૩) મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમજ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.

પરંતુ મહાશિવરાત્રિ મંગળકારી અને કલ્યાણકારી રાત્રિ છે. દેશભરના અલગ અલગ શિવાલયો અને ૧૨ જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનનો આજે પવિત્ર પાવન દિવસ કહેવાય છે. શિવજી જ્ઞાનના દેવ કહેવાય છે તેથી આ રાત્રિ જ્ઞાનરાત્રિ કહેવાય છે. શિવજીને આ મહાવદની રાત્રિ અતિપસંદ છે તેથી આ રાત્રિ મહાશિવ રાત્રિ કહેવાય છે.

 

બિલીપત્રો

અને બિલીપત્રો ચઢાવવાનો સંપૂર્ણ શ્લોક શીવ-મહિમાના મુખ્ય લેખમાં આપેલ છે.

// रृद्राभिषेक //
ॐ नमो भवाय शर्वाय रृदाय वरदाय च /
पशुनां पतये नित्यं उग्राय च कपदिने //१//
महादेवाय भिमाय त्रयंबकाय शिवाय च /
ईशानाय मखाघ्नाय नमस्ते मखघातिने //२//
कुमार गुरवे नित्यं नीलग्रीवाय वेधसे /
विलोहिताय धूमाय व्याधिने नपराजिते //३//
नित्यं नीलशिखंडाय शूलिने दिव्यचक्षुषे /
हन्त्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय च सुरतसे //४//
अचिंत्यायाम्बिकाभत्रे सर्वदेवस्तुनाय च /
वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे //५//
तप्यमानाय सलिले ब्रह्मण्यायजिताय च /
विश्वात्मने विश्वसृजे विश्वमावृत्य तिष्ठते //६//
नमो नमस्ते सत्याय, भूतानां प्रभवे नमः /
पंचवक्त्राय शर्वाय, शंकराय शिवाय च ////
नमो।स्तु वाचस्पतये प्रजानां पतये नमः /
नमो विश्वस्य्पतये महतां पतये नमः //८//
नमः सहस्त्र शिर्षाय सहस्त्र भुज मन्यवे /
सहस्त्र नेत्र पादाय, नमः सांख्यास कर्मणे //९//
नमो हिरण्य वर्णाय, हिरण्य कवचाय च /
भक्तानुक पिने नित्यं सिध्यातांनो वरः प्रभो //१०//
एवं स्तुत्वा महादेवं वसुदेवः सहार्जुनः /
प्रसादायामास भवं तदा शास्त्रोय लब्धये //११//

 

”રુદ્રાક્ષ”

રુદ્રાક્ષ એક થી લઈ એકવીસ મુખી ઉપરાંત ગૌરીશંકર, ગણેશગૌરી, ત્રીજુટી વગેરે પ્રકારના રુદ્રાક્ષ ઉપલબ્ધ હોય છે. એક થી ચૌદ મુખી રુદ્રાક્ષ સરળતાથી મેળવી શકાય છે.

”રુદ્રાક્ષ” દિવ્ય ચેતના પ્રગટ કરનારુ ઘણા શાસ્ત્રોમાં વર્ણન અને ઉલ્લેખ જોવા મળે છે. પદ્મ પુરાણ, જબલા ઉપનિષદ, શિવ પુરાણ, દેવી પુરાણ.

રુદ્રાક્ષ ધારણના શાસ્ત્રોક્ત નિયમ અને મત …

દરેક વર્ણના લોકો રુદ્રાક્ષ ધારણ કરી શકે છે.
ઘારણ કરતી વખતે ઓમ નમઃ શિવાય જાપ કરવો લાભદાયક છે.
રુદ્રાક્ષને અપવિત્રતા સાથે ધારણ ન કરવો.
રુદ્રાક્ષને પૂર્ણ ભક્તિ અને શુધ્ધતા સાથે જ ધારણ કરવો.
અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસથી ધારણ કરવાથી જ ફળ પ્રાપ્ત થાય છે.
રુદ્રાક્ષને લાલ, પીળા, સફેદ દોરામાં ધારણ કરવાથી વધુ લાભપ્રદ છે.
સોના, ચાંદી અથવા તાંબામાં ધારણ કરી શકાય છે.
રુદ્રાક્ષ હંમેશા વિષમ સંખ્યામાં ધારણ કરવો લાભદાયક છે.

 
.
... ...
... ...
 
 
 
.
.