img img
img img

It has an ad, click to see the next slide


"

ભોજા ભગતની જગ્‍યાના દર્શનીય સ્‍થાનકો (ફતેપુર ભોજલધામ)

ભોજા ભકતના સ્‍મૃતિચિન્‍હો

જે ઓરડામાં સદ્ગુરૂદેવ પૂ. ભોજલરામબાપા તેમજ શ્રી જલારામબાપા તથા વાલમરામબાપાએ ભજન કરેલ છેતેઓના ભજનના પ્રતાપે આજે પણ તે ઓરડામાં દાખલ થનારને અલૌકિક શાંતિ મળે છે. તે જ ઓરડામાં પૂ. ભોજા ભગતનાં સ્‍મૃતિ ચિહ્‌નો ઢોલિયો, પાઘડી, માળા અનેકંકુપગલા પૂજાય છે. જેની માનતાઓ થાય છે.

રામજી મંદિર

પૂ. ભોજા ભકતના મંદિર માં આવેલ રામજી મંદિર. ભગવાન રામની મુર્તી નો કલર શામ છે જે આખા ગુજરાત સૌરાષ્‍ટ્રમાં કોઈ સ્‍થળે આવી મૂર્તિના દર્શન દુર્લભ છે. (ભગવાન રામનો કલર પણ શામ હતો.)

શ્રી કૃષ્‍ણ

ગાલોળિયા નદીમાં થાળીમાં વહેતી મૂકેલી શ્રી કૃષ્‍ણની મૂર્તિ સામે પાણીએ તરીને આવી પછી તેને મંદિરમાં પધરાવી. ભોજા ભગત આ મૂર્તિની સેવા પૂજા કરતાં આજે ફતેપુરમાં ભોજાભગતની જગ્‍યામાં આ મૂર્તિ ની પૂજા થાય છે.

સ્‍વયંભૂ શિવલીંગ

પૂજય ભોજલરામ બાપાની જગ્‍યામાં આવેલ પ્રસાદીના લીમડાના વૃક્ષ નીચેથી સ્‍વયંભૂ શિવલિંગ પ્રગટેલ જે મંદિરમાં શિવ પંચાયત સાથે શોભાયમાન છે.

સ્‍વયંભૂ હનુમાનજી

ભોજા ભગતને જેની ઉપાસના હતી જે પ્રસાદીના લીમડાના વૃક્ષ નીચેથી સ્‍વયંભૂ પ્રગટેલ હનુમાનજીની ભવ્‍ય અને ચમત્‍કારી મૂર્તિ છે. ગુજરાત સૌરાષ્‍ટ્રમાં કોઈ સ્‍થળે આવી વૈજયંતિ માળા ધારણ કરેલી, માનવ કદનીમૂર્તિના દર્શન દુર્લભ છે.

સૂર્યનારાયણ અને રાંદલમાં

૧૯૮ર નાં ભયંકર વાવાઝોડામાં પાણીનાં અસહય વેગને કારણે જમીન ધોવાઈ અને નીચેથી સૂર્યનારાયણ અને રાંદલમાતાની મૂર્તિ નીકળી આવી તે મંદિરમાં પધરાવવામાં આવેલ છે. જે મૂર્તિઓ દર્શનીય છે.

ભોજા ભગતની ઘંટીં

ભોજલરામબાા સવંત ૧૮૭૦ ની સાલમાં ધ્રાગંર્ધ્રાના મહારાજાએ પથ્‍થરોની સુદંર ઘંડી ભેટ આપેલી ને ભોજાભગત આજ ઘંટીથી લોટ દળી ભુખ્‍યાને રોટલો આપતા. આજે આ ઘંટી બાપાના મંદિરમા છે. અને બાપાના ધામમાં ર૦૦ વર્ષથી ચાલતા અન્‍નક્ષેત્રની યાદ અપાવે છે.

ભોજા ભગતનો વીરડોં

યાત્રાધામ ભોજલધામના પાદરે નીકળતી ઠેબી નદીમાં જયાં ભોજા ભગત નિત્‍ય નહાવા જતાં ત્‍યારે ગંગાજી પ્રગટ થતા ત્‍યાં ભોજા ભગતનો વીરડો છે. તેમાં પાણી કયારેય સૂકાતું નથી. ૧૯૮૬ ના દુષ્‍કાળમાં પણ ત્‍યાં મીઠું પાણી હતું. જાણે કે ગંગાજી પ્રગટ થયા. જેટલું પાણી ઉલેચે તેટલું ફરી આવી જાય. દુષ્‍કાળમાં વીરડાની બાજુમાં ત્રીસ ચાલીસ ફૂટ ખોદકામ કરીએ પણ પાણી ના આવે. જયારે વીરડામાં પાણી ખૂટે નહીં. આ કળિયુગમાં આવો ચમત્‍કાર જોઈ નવાઈ લાગે.

યોગ સાધના સ્‍થળ

પૂ. ભોજલરામબાપા એ જે લીમડાના ઝાડ નીચે યોગ સાધના તથા ભગવાનનું ભજન કરેલુ તથા આજ લીમડાના ઝાડ નીચેથી સ્‍વયંભુ શીવલીંગ તથા સ્‍વયંભુ હનુમાનજીદાદા પ્રગટ થયા હતા તે લીકડાનું ઝાડ આજે પણ મોજુદ છે, જેમની એક ડાળ મીઠી છે.

ગોળી તથા ખીસડી રાંધવાની દેગ

પૂ. ભોજલરામબાપા જે વાસણ નો ઉપયોગ પાણી ભરવા કરતા તે ગોળી તથા દેગ આજે પણ ભોજાભકતની જગ્‍યા - ફતેપુર માં છે આજે પણ યાત્રાળુ ભાઈ બહેનો આ ગોળી તથા દેગના દર્શન કરી ધન્‍ય બને છે.

ફુલ સમાધી મંદિર

ફતેપુર ગામનાં પાદરમાં ફુલ સમાધી મંદિર આવેલું છે. જેમા ભોજાભકત તથા ભોજાભકતની ગાદીની પરંપરાનુસાર દરેક મહંતશ્રીની ચરણ પાદુકા પધરાવવામાં આવેલ છે. નોધ - પૂ. ભોજલરામ બાપાની સમાધી વિરપુર જલારામ બાપાની જગ્‍યામાં આવેલ છે.

It has an ad, click to see the next slide

img

It has an ad, click to see the next slide

img