પૂ. ભોજલરામબાપા નું ભવ્‍ય તથા દિવ્‍ય મંદિર

  • ભોજલધામ એટલે એ ભૂમી જયા સદ્રગુરુદેવ પૂ. ભોજલરામ બાપા અને શિષ્‍ય જલારામબાપા એ જાત મહેનત થી ફતેપુર ગામમાં મંદિરનો પ્રથમ ઓરડો ચણેલ તે અતિ પવિત્ર ભૂમી પર બનશે બાપાનું ભવ્‍ય મંદિર

  • ૧,૦૦,૦૦૦ ઘનફુટ ગુલાબી પથ્‍થર અને શ્‍વેત આરસના સંયોજન થી બનશે પૂ. ભોજલરામબાપા નું ભવ્‍ય તથા દિવ્‍ય મંદિર તથા ભવ્‍ય મ્‍યુજીયમ બનશે.

  • આ ભવ્‍ય મંદિરમાં સદ્ગુરુદેવ પૂ. ભોજલરામબાપા તથા તેમના બે સમર્થ શિષ્‍યો પૂ.જલારામ બાપા અને પૂ.વાલમરામ બાપા ની ભવ્‍ય મુર્તી ની પ્રતિષ્ઠા કરવામાં આવશે તથા રામજી મંદિર તથા હનુમાનજી મંદિર તથા રાધા કૃષ્‍ણ મંદિર તથા શિવ પંચાયત તથા સુર્યનારાયણ / રાંદલમાતાની મુર્તિની સ્‍થાપના કરવામાં આવશે.

  • ભારતીય સંસ્‍કૃતિએ દર્ર્શાવેલા સનાતન સત્‍યની રજુઆત કરતુ શિલ્‍પને કંડારાતું પવિત્ર યાત્રાધામ ભોજલધામ

  • પવિત્ર યાત્રાધામ ભોજલધામ સંસ્‍કારસમૃદ્ધ જીવનની શોધમાં નીકળેલા જિજ્ઞાસુઓ - જીવનયાત્રિકો માટે દીવાદાંડી બનશે

  • રાજસ્‍થાની ગુલાબી પથ્‍થરમાં પૂ. ભોજલરામ બાપાનું ભવ્‍ય નૂતન શિખરબંધ મંદિર નું નિર્માણ કાર્ય માં કારીગર ભાઈઓ શિલ્‍પકલા કાર્ય કરતાં નજરે પડે છે.

  • આ ફોટોઝમાં જોઈ શકાય છે કે ભોજલરામ બાપાનું ભવ્‍ય નૂતન શિખરબંધ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યુ છે.

  • આ ભવ્ય ભોજલરામ બાપાનું મંદિર 2025 સુધીમાં બનીને તૈયાર થશે, જેથી ભક્તો તેમના દર્શન કરી શકે.

  • ભવ્ય મંદિરનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.