શ્રી ભોજા ભગત સ્મૃતિ ટ્રસ્ટ તરફથી ફતેપુર ગામને ગોદરે એક સુંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (દવાખાનું) બાંધવામાં આવ્યું છે. જેમાં ફતેપુર તથા આજુબાજુના ગામનાં દર્દીઓ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના સેવાનો લાભ લઈ રહયા છે.
અન્નદાન
ભોજલધામ ફતેપુરમાં આવતા યાત્રાળુઓને ભોજન-પ્રસાદ આપવા માટે એક ભવ્ય અન્નક્ષેત્ર ના હોલ નું બાધકામ કરવામાં આવેલ છે.
ગેસ્ટહાઉસ
દર્શનાર્થીઓ માંટે તેને અનુકુળ આવે તેવા એક મોટા હોલ સહિત ૧૪ રૂમ તથા દરેક રૂમમાં એટેચ સંડાસ-બાથરૂમ તથા એરકંડીશન રૂમનું બાંધકામ ટ્રસ્ટે કરેલ છે.
ગૌશાળા
ભોજલધામ ફતેપુરમાં આવતા યાત્રાળુઓને ચા, દુધ, સાશ તથા ચા/પાણી આપવા ના હેતુથી એક નાની ગૌશાળા બંધાવવામાં આવેલ છે.
રકતદાન કેમ્પ
યોગ્ય સમયે લોહીની જરૂરીયાતવાળા દર્દીઓને વિના વીલંબે લોહી મળી રહે તે હેતુથી દર વર્ષે પૂ.ભોજલરામબાપાની જન્મ જયંતિ ના શુભ પ્રસંગે રકતદાન કેમ્પનું આયોજન કરવામા આવે છે જેમા ૮૦૦ થી ૯૦૦ બોટલ રકત એકત્ર થાય છે તથા દરેક રકતદાન કરનાર ભાઈ બહેનોને પ્રસાદી રૂપે ૯ થી ૧૦ વીવીધ ભેટ પણ આપવામાં આવે છે.
બ્લડ ગ્રુપીંગ કેમ્પ
યોગ્ય સમયે લોહીની જરૂરીયાતવાળા દર્દીઓને વિના વીલંબે લોહી મળી રહે તે હેતુથી અવાર નવાર બ્લડ ગ્રુપીંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે/li>
રકત તુલ્લા
દર વર્ષે પૂ.ભોજલરામબાપાની જન્મ જયંતિ ના શુભ પ્રસંગે આવેલ સંતો-મહંતો તથા દાતાશ્રીઓનું રકત તુલ્લા કરી સંન્માન કરવામાં આવે છે.
સાકર તુલ્લા
દર વર્ષે પૂ.ભોજલરામબાપાની જન્મ જયંતિ ના શુભ પ્રસંગે આવેલ સંતો-મહંતો તથા દાતાશ્રીઓનું સાકર તુલ્લા કરી સંન્માન કરવામાં આવે છે.
ચશ્મા શીબી
વિનામુલ્યે ચશ્માર શીબી કેમ્પ યોજાયો હતો જેમા 5૧૪ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો
નેત્ર નિદાન કેમ્પ
આ કેમ્પમાં આંખના રોગ જેવાકે મોતિયો,ઝામર, વેલ,પરવાળા,ત્રાંસી આંખ તથા આંખના કીકી તથા પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના સ્પેશ્યાલીસ્ટ તબીબ વ્દારા કરવામાં આવેલ
નેત્રમણી આરોપણ કેમ્પ
રોગોની તપાસ સુદર્શન નેત્રાલય આંખના સ્પેશ્યાલીસ્ટ તબીબ વ્દારા કરવામાં આવેલ કેમ્પ માં પ૦૦ ઉપરાંત દર્દીઓને તપાસવામાં આવેલ જેમાં ૧૯પ દર્દીને નેત્રમણી મુકવામાં આવેલ જેની ફી શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ તરફ થી આપવા માં આવેલ.
બાળદિન
શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ વ્દારા અમરેલી શહેરની અંધશાળાના બાળકો તથા બાલીકાઓ, બહેરા-મુંગા ની શાળા ના બાળકો વિકાસ ગૃહની નિરાધાર બાલીકાઓ, વિકલાંગ બાળકો તથા રીમાંડ હોંમના બાળકો વિ. મળીને ૩પ૦ બાળકો ને ફતેપુર બોલાવી બાળદિન ની ઉજવણી કરવામાં આવેલ જેમા અનેક કાર્યક્રમ નું આયોજન કરેલ (દર વર્ષે બાળદિન ની ઉજવણી કરવામાં આવે છે.)(દર વર્ષે બાળદિન ની ઉજવણી કરવામાં આવે છે.)
મહોત્સવ
દર વર્ષે વૈસાખ સુદ પુનમના સુભ દિને સંતશ્રી ભોજલરામ જન્મ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવે છે એક લાખ થી વધારે ભાઈ બહેનો પૂ.બાપાના દર્શને ફતેપુર આવે છે જેમા રાત્રિના ભજન/સંતવાણીના પ્રોગ્રામનું આયોજન કરવામા આવે છે સંતો મહંતો આ મહોત્સવમાં હાજરી આપે છે.(ફતેપુરમાં ઉજવાતો આ મહોત્સવ અમરેલી જીલ્લાનો સૌથી મોટો મહોત્સવ છે.)
સાહિત્ય
શ્રી ભોજાભકતના ચાબખા નામના સચોટ પદોએ સમાજમાથી અજ્ઞાન, અંધશ્રઘ્ધા, દંભ, પાખંડ, તથા વહેમના ઝાળાઓને ખંખેરી નાખ્યા છે. તેવા જ્ઞાની ભકત કવિના સાહિત્યનો સમાજમાં ફેલાવો થાય અને તે ર્ેારા સમાજનો આઘ્યાત્મિક વિકાસ થાય તથા સદ્માર્ગે વાળીને તેમનામાં ધાર્મિક ભાવના ઉંભી કરવાં સાહિત્યનું પ્રકાશન કરવામાં આવે છે.
અન્ય પ્રવૃતિઓ
કુદરતી આફતો વખતે સમાજ સેવા વિદ્યાકિય પ્રવૃતિઓ ગૌ-સેવા, નેત્રયજ્ઞ, નિદાન કેમ્પ, કબુતરને ચણ, સંત સમાગમ, ધર્મ સંમેલન અને ભજનો વિગેરે સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક, ત્રણેય પ્રકારની પ્રવૃતિઓ કરી તેનો વિસ્તાર વધારવો.