ભોજલધામ એટલે આ એ ભુમી છે, જયાં સ્વયંમ દ્વારકાધિશ પ્રગટ થઈ સદ્રગુરુદેવ પૂ. ભોજલરામ બાપાને બેન્ને ભુજાઓ પર શંખ, ચક્ર,ગદા અને પદ્રમ ની છાપુ આપી હતી.
ભોજલધામ એટલે જયાં પૂ. ભોજલરામ બાપાએ તપ-સાધના કરી હતી તે પવિત્ર ભૂમિ.
ભોજલધામ એટલે પૂ જલારામ બાપા, પૂ. વાલામરામ બાપા જેવા મહાન સંતોનું ગુરુસ્થાન.
ભોજલધામ એટલે પૂ. જલારામબાપાએ તેમના જીવનનો ધણો સમય ભકિત- સાધના અને ગુરુ સેવા માં વિતાવ્યો હતો.
ભોજલધામ એટલે જે ભૂમી પર સદ્રગુરુદેવ પૂ. ભોજલરામ બાપા અને પૂ. જલારામબાપા અને વાલમરામ બાપા એ જાત મહેનત થી ફતેપુર ગામમાં પ્રથમ આશ્રમનો ઓરડો ચણેલ તે અતિ પવિત્ર ભૂમી
ભોજલધામ એટલે ફતેપુરમાં ધરમની ધજા ફરકાવતી સદ્રગુરૂદેવ પૂ. ભોજાભકત ની જગ્યા છે, જયા ર૦૦ વર્ષથી પૂ.ભોજલરામબાપાના સ્મૃતિ ચિન્હો ઢોલિયો, પાધડી, માળા તથા કંકુપગલા પૂજાય છે, તેમની માનતાઓ થાય છે.