
દર્શનીય સ્થાનકો
ભોજલધામ આપણું પવિત્ર યાત્રાધામ

ભોજલરામબાપાના સ્મૃતિચિન્હો
જે ઓરડામાં સદ્ગુરૂદેવ પૂ. ભોજલરામબાપા તેમજ શ્રી જલારામબાપા તથા વાલમરામબાપાએ ભજન કરેલ છેતેઓના ભજનના પ્રતાપે આજે પણ તે ઓરડામાં દાખલ થનારને અલૌકિક શાંતિ મળે છે. તે જ ઓરડામાં પૂ. ભોજા ભગતનાં સ્મૃતિ ચિહ્નો ઢોલિયો, પાઘડી, માળા અનેકંકુપગલા પૂજાય છે. જેની માનતાઓ થાય છે..

રામજી મંદિર
પૂ. ભોજા ભકતના મંદિર માં આવેલ રામજી મંદિર. ભગવાન રામની મુર્તી નો કલર શામ છે જે આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં કોઈ સ્થળે આવી મૂર્તિના દર્શન દુર્લભ છે. (ભગવાન રામનો કલર પણ શામ હતો.)

સ્વયંભૂ શિવલિંગ
દેશમાં ભગવાન શિવના વિવિધ પ્રકારના અને વિવિધ મહત્વ ધરાવતા મંદિરોમાં સ્વયંભૂ શિવલિંગ જોવા મળે છે. અંદાજે આજથી 200 વર્ષ પહેલાં પૂજય ભોજલરામ બાપાની જગ્યામાં આવેલ પ્રસાદીના લીમડાના વૃક્ષ નીચેથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટેલ જે મંદિરમાં શિવ પંચાયત સાથે શોભાયમાન છે.

શ્રી કૃષ્ણ ભગવાન
ગાલોળિયા નદીમાં થાળીમાં વહેતી મૂકેલી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે પાણીએ તરીને આવી પછી તેને મંદિરમાં પધરાવી. ભોજા ભગત આ મૂર્તિની સેવા પૂજા કરતાં આજે ફતેપુરમાં ભોજાભગતની જગ્યામાં આ મૂર્તિ ની પૂજા થાય છે.

સ્વયંભૂ હનુમાનજી
ભોજા ભગતને જેની ઉપાસના હતી જે પ્રસાદીના લીમડાના વૃક્ષ નીચેથી સ્વયંભૂ પ્રગટેલ હનુમાનજીની ભવ્ય અને ચમત્કારી મૂર્તિ છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં કોઈ સ્થળે આવી વૈજયંતિ માળા ધારણ કરેલી, માનવ કદનીમૂર્તિના દર્શન દુર્લભ છે.

સૂર્યનારાયણ અને રાંદલમાતા
૧૯૮ર નાં ભયંકર વાવાઝોડામાં પાણીનાં અસહય વેગને કારણે જમીન ધોવાઈ અને નીચેથી સૂર્યનારાયણ અને રાંદલમાતાની આશરે 500 વર્ષ પહેલા ની મૂર્તિ નીકળી આવી તે મંદિરમાં પધરાવવામાં આવેલ છે. જે મૂર્તિઓ દર્શનીય છે.

ફુલ સમાધી મંદિર
ફતેપુર ગામનાં પાદરમાં ફુલ સમાધી મંદિર આવેલું છે. જેમા ભોજાભકત તથા ભોજાભકતની ગાદીની પરંપરાનુસાર દરેક મહંતશ્રીની ચરણ પાદુકા પધરાવવામાં આવેલ છે.

ભોજા ભગતની ઘંટીં
ભોજલરામબાા સવંત ૧૮૭૦ ની સાલમાં ધ્રાગંર્ધ્રાના મહારાજાએ પથ્થરોની સુદંર ઘંડી ભેટ આપેલી ને ભોજાભગત આજ ઘંટીથી લોટ દળી ભુખ્યાને રોટલો આપતા. આજે આ ઘંટી બાપાના મંદિરમા છે. અને બાપાના ધામમાં ર૦૦ વર્ષથી ચાલતા અન્નક્ષેત્રની યાદ અપાવે છે.

ગોળી તથા ખીસડી રાંધવાની દેગ
પૂ. ભોજલરામબાપા જે વાસણ નો ઉપયોગ પાણી ભરવા કરતા તે ગોળી તથા દેગ આજે પણ ભોજાભકતની જગ્યા - ફતેપુર માં છે આજે પણ યાત્રાળુ ભાઈ બહેનો આ ગોળી તથા દેગના દર્શન કરી ધન્ય બને છે.

ભોજા ભગતનો વીરડોં
યાત્રાધામ ભોજલધામના પાદરે નીકળતી ઠેબી નદીમાં જયાં ભોજા ભગત નિત્ય નહાવા જતાં ત્યારે ગંગાજી પ્રગટ થતા ત્યાં ભોજા ભગતનો વીરડો છે. તેમાં પાણી કયારેય સૂકાતું નથી. ૧૯૮૬ ના દુષ્કાળમાં પણ ત્યાં મીઠું પાણી હતું. જાણે કે ગંગાજી પ્રગટ થયા. જેટલું પાણી ઉલેચે તેટલું ફરી આવી જાય. દુષ્કાળમાં વીરડાની બાજુમાં ત્રીસ ચાલીસ ફૂટ ખોદકામ કરીએ પણ પાણી ના આવે. જયારે વીરડામાં પાણી ખૂટે નહીં. આ કળિયુગમાં આવો ચમત્કાર જોઈ નવાઈ લાગે.

યોગ સાધના સ્થળ
પૂ. ભોજલરામબાપા એ જે લીમડાના ઝાડ નીચે યોગ સાધના તથા ભગવાનનું ભજન કરેલુ તથા આજ લીમડાના ઝાડ નીચેથી સ્વયંભુ શીવલીંગ તથા સ્વયંભુ હનુમાનજીદાદા પ્રગટ થયા હતા તે લીકડાનું ઝાડ આજે પણ મોજુદ છે, જેમની એક ડાળ મીઠી છે.
ભોજલધામ એટલે
ભોજલધામ એટલે આ એ ભુમી છે, જયાં સ્વયંમ દ્વારકાધિશ પ્રગટ થઈ સદ્રગુરુદેવ પૂ. ભોજલરામ બાપાને બેન્ને ભુજાઓ પર શંખ, ચક્ર,ગદા અને પદ્રમ ની છાપુ આપી હતી.
ભોજલધામ એટલે જયાં પૂ. ભોજલરામ બાપાએ તપ-સાધના કરી હતી તે પવિત્ર ભૂમિ.
ભોજલધામ એટલે પૂ જલારામ બાપા, પૂ. વાલામરામ બાપા જેવા મહાન સંતોનું ગુરુસ્થાન.
ભોજલધામ એટલે પૂ. જલારામબાપાએ તેમના જીવનનો ધણો સમય ભકિત- સાધના અને ગુરુ સેવા માં વિતાવ્યો હતો.
ભોજલધામ એટલે જે ભૂમી પર સદ્રગુરુદેવ પૂ. ભોજલરામ બાપા અને પૂ. જલારામબાપા અને વાલમરામ બાપા એ જાત મહેનત થી ફતેપુર ગામમાં પ્રથમ આશ્રમનો ઓરડો ચણેલ તે અતિ પવિત્ર ભૂમી.
ભોજલધામ એટલે ફતેપુરમાં ધરમની ધજા ફરકાવતી સદ્રગુરૂદેવ પૂ. ભોજાભકત ની જગ્યા છે, જયા ર૦૦ વર્ષથી પૂ.ભોજલરામબાપાના સ્મૃતિ ચિન્હો ઢોલિયો, પાધડી, માળા તથા કંકુપગલા પૂજાય છે, તેમની માનતાઓ થાય છે.
“શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ“ મુ.ફતેપુર તા.જી.અમરેલી (ગુજરાત - ભારત )
મોબા.નં.૦૯૪૨૮૬૧૫૫૧૧;