
પૂનમનું મહત્વ
ભોજલધામ આપણું પવિત્ર યાત્રાધામ
પૂનમનું મહત્વ
પૂ.ભોજલરામ બાપાનો જન્મ વૈશાખી પૂનમના પવિત્ર દિવસે થયો હતો. માટેજ ભોજલધામની યાત્રા માટે પૂનમનું મહત્વ અનેરૂ છે. પૂનમના રોજ પૂ.બાપાને ઢોલિએ માથુ ટેકવી આસ્થા રાખવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. ભોજલધામની શાંતિ અલૌકિક છે. પૂ. બાપાના ઢોલિયા આગળ હાથ જોડી, પ્રાર્થના કરવાથી પરમ શાંતિનો અનુભવ થાય છે.ને જીવન ધન્ય બને છે. માટેજ રોજીંદા કાર્યોમાથી ફુરસદ કાઢી શાંતિ મેળવવા માટે ભકતજનોનો પ્રવાહ વધતો જાય છે. દર પૂનમે ભોજલધામ ખાતે રાત્રીના ભજન - ધુન રાખવામાં આવે છે. અને ધન્યતા અનુભવે છે.
મનોકામના સીઘ્ધી યજ્ઞ
દર મહીનાની પૂનમે સર્વ મનોકામના સીઘ્ધી યજ્ઞ નું આયોજન ભોજલધામની પવિત્ર ભુમી પર કરવામાં આવે છે યજ્ઞનું આપણા પવીત્ર પુરાણો રામાયણ, મહાભારત, ગીતા, વેદ વિગેરે મા સવિશષ મહત્વ બતાવવામા આવેલ છે માટેજ આ યજ્ઞ માં ભાગ લેનારની મનોકામના સીઘ્ધ થાય તેવા શુભ હેતુંથી યજ્ઞનું આયોજન થાય છે. ( યજમાને સાથે છેડા સેડી તથા રુમાલ લાવવાનો રહશે.-સમય સવારના ૮ થી બપોરના ૧ કલાક) તમે આ યજ્ઞમા ભાગ લેવા માગોતો ખર્ચ માત્ર રૂા.5100 થશે આજેજ આ પુન્ય કારી કાર્ય એટલે કે યજ્ઞમાં ભાગ લેવા માગતા ભાઈ બહેનો સંપર્ક કરે મોબાઈલ નં. ૯૪ર૮૬૧પપ૧૧
ભોજલધામ એટલે
ભોજલધામ એટલે આ એ ભુમી છે, જયાં સ્વયંમ દ્વારકાધિશ પ્રગટ થઈ સદ્રગુરુદેવ પૂ. ભોજલરામ બાપાને બેન્ને ભુજાઓ પર શંખ, ચક્ર,ગદા અને પદ્રમ ની છાપુ આપી હતી.
ભોજલધામ એટલે જયાં પૂ. ભોજલરામ બાપાએ તપ-સાધના કરી હતી તે પવિત્ર ભૂમિ.
ભોજલધામ એટલે પૂ જલારામ બાપા, પૂ. વાલામરામ બાપા જેવા મહાન સંતોનું ગુરુસ્થાન.
ભોજલધામ એટલે પૂ. જલારામબાપાએ તેમના જીવનનો ધણો સમય ભકિત- સાધના અને ગુરુ સેવા માં વિતાવ્યો હતો.
ભોજલધામ એટલે જે ભૂમી પર સદ્રગુરુદેવ પૂ. ભોજલરામ બાપા અને પૂ. જલારામબાપા અને વાલમરામ બાપા એ જાત મહેનત થી ફતેપુર ગામમાં પ્રથમ આશ્રમનો ઓરડો ચણેલ તે અતિ પવિત્ર ભૂમી.
ભોજલધામ એટલે ફતેપુરમાં ધરમની ધજા ફરકાવતી સદ્રગુરૂદેવ પૂ. ભોજાભકત ની જગ્યા છે, જયા ર૦૦ વર્ષથી પૂ.ભોજલરામબાપાના સ્મૃતિ ચિન્હો ઢોલિયો, પાધડી, માળા તથા કંકુપગલા પૂજાય છે, તેમની માનતાઓ થાય છે.
“શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ“ મુ.ફતેપુર તા.જી.અમરેલી (ગુજરાત - ભારત )
leuva patel samaj
મોબા.નં.૦૯૪૨૮૬૧૫૫૧૧;